મોરબીના શનાળા ગામે ચારેક દિવસ પૂર્વે થયેલી બોલાચાલીમાં સમાધાન માટે ભેગા થયેલા બે પરિવારો સામસામે બાખડી પડયા હતા અને મોટેરાઓની આ લડાઈના એક નાના બાળકને પણ લાકડી ફટકારી દેવામાં આવી હતી. આ ઝઘડા બાદ બાળકને સારવારમાં લઈ જતી વેળાએ પણ ફરી ઝઘડો થતા બન્ને પક્ષના લોકો ઘાયલ થતા સામસામી ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ શનાળા ગામે શક્તિપ્લોટમા રહેતા મહિપતભાઈ અમરશીભાઈ સનારીયાએ નૈતીક વિનોદભાઇ વાઘેલા, વિનોદભાઇ અમરશીભાઇ વાઘેલા, કાનાભાઇ નથુભાઇ વાઘેલા, કિશોરભાઇ નથુભાઇ વાઘેલા, દીનેશભાઇ અમરીશભાઇ વાઘેલા, નથુભાઇ વાઘેલા અને પ્રવીણભાઇ નથુભાઇ વાઘેલારહે. બધા શકત શનાળા વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.18ના રોજ ફરિયાદીના ભત્રીજા શરદ સાથે આરોપી નૈતિક વિનોદભાઈ વાઘેલા સાથે ઝઘડો થયો હોય સમાધાન માટે બોલાવી તમામ આરોપીઓએ હુમલો કર્યો હતો. આ બનાવમાં મહિપતભાઈના દીકરા સત્યેશ ઉ.4ને આરોપીએ માથામાં લાકડાંનો ધોકો ફટકારી દેતા હેમરેજ થઈ ગયું હતું. બીજી તરફ બાળકને હોસ્પિટલ લઈ જતા સમયે પણ આરોપીઓએ અર્ટિકા ગાડી રોકી હુમલો કરી તોડફોડ કરી 25 હજારનું નુકશાન કરતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષે હિતેશ મહેશભાઈ વાઘેલાએ આરોપી રસીકભાઇ કેશુભાઇ સનારીયા, રસીકભાઇના નાના ભાઇ, મહીપતભાઇ અમરશીભાઇ સનારીયા, હરેશ ગોવિંદભાઇ સનારીયા અને વિજય ગોવિંદભાઇ સનારીયા રહે.શનાળા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ આરોપી મહિપત સાથે ફરિયાદી હિતેશભાઈના માતા સાથે બાઈક ચલાવવા બાબતે ઝઘડો થયો હોય જે વાતનો ખાર રાખી આરોપીઓએ બોલાચાલી કરી ફરિયાદીના મોટા બાપુ વિનોદભાઈ, કાકા કાંતિભાઈ તથા સિદ્ધાર્થભાઈને ઢીકા પાટુનો માર માર્યો હતો તેમજ મહિલા સહિતના સભ્યોને માર મારતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.