Wednesday, July 23, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiઅભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ થકી મહીલાને સમજાવટથી ઘરે પરત મોકલી

અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ થકી મહીલાને સમજાવટથી ઘરે પરત મોકલી

ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી

તારીખ:-18/4/2024 ના રોજ એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે

મોરબી :181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ દક્ષાબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ ઘટના સ્થળે તે મહિલા સુધી પહોંચે સૌપ્રથમ તે મહિલાને સાંત્વના આપેલ ત્યારબાદ સજ્જન વ્યક્તિ સાથે ચર્ચા કરતા તેમણે જણાવેલ કે આ મહિલા ક્યારના અહીંયા એકલા બેઠા હોય કશું બોલતા ના હોય ત્યારબાદ મહિલાનું કાઉન્સલિંગ કરતા તેઓ ક્યાં રહે છે ક્યાંથી આવ્યા વગેરે પૂછવાના ઘણા પ્રયત્ન કરેલ ત્યારબાદ મહિલાએ જણાવેલ કે તેઓ ઝારખંડ ના હોય અહીંયા તેઓ કંપનીમાં કામ કરવા માટે તેમના પતિ તેમજ ભાઈ ભેગા આવેલ હોય પરંતુ તેમના પતિ જોડે ઝઘડો થતા તેઓ તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય ત્યારબાદ મહિલાને સલાહ સુચન માર્ગદર્શન આપેલ સમજાવેલ કે હવે પછી તેમના પતિ તેમજ ભાઈ ને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં અને પછી તે ક્યાં રહે છે તેનું સરનામું જણાવ્યા પ્રમાણે તેમના પતિનો સંપર્ક કરીને સોંપેલ ત્યારબાદ તેમના પતિ નું કાઉન્સલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળે નહીં અને તેઓ પણ ચિંતિત હતા મહિલા ના પતિએ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments