મયુર રાવલ હળવદ
સમાજ સંગઠિત બને સમાજ વ્યસન મુક્ત બને સમાજની અંદર કુરિવાજો દૂર થાય, સમાજના યુવાનો શિક્ષિત બને,સમાજમાંથી બેરોજગારી દૂર થાય, સમાજનો દરેક પ્રકારે વિકાસ થાય તેવા ઉમદા કાર્ય આ સંગઠન દ્વારા કરવામાં આવશે.
ચોટીલા માં ચામુંડા યાત્રાધામમાં ચંદ્ર મોલેશ્વર મહાદેવ મંદિર ખાતે સમસ્ત વાઢારા સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌપ્રથમવાર સમૂહલગ્ન ઉત્સવ નું ભવ્યાતિભવ્ય આયોજન તારીખ 26/01/2025 જાન્યુઆરી 3 જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના લગ્નના આયોજનમાં સર્વ પ્રથમ વર-કન્યા દ્વારા ગૌમાતાની પૂજા કરી ત્યારબાદ લગ્નની વિધિ શરૂ કરવામાં આવશે,અને ભારત સરકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે જેના માટે સમાજની કંકોત્રીમાં પણ સૂત્ર સાથે અપીલ છે
સમાજના ફાઉન્ડેશન દ્વારા સંતો મહંતો, મુખ્ય મહેમાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દિલ્હીથી પણ મહાનુભાવો આ પ્રસંગમાં દીકરીઓને આશીર્વાદ દેવા પધારનાર છે.દરેક દાતાઓ દ્વારા તન મન અને ધનથી ખુબ જ સારો સહયોગ દીકરીઓના સમૂહ લગ્નમાં મળી રહ્યો છે “સમસ્ત વાઢારા સમાજ ફાઉન્ડેશન” ગુજરાત ભરમાં વસતા સમાજના દરેકને જાહેર આમંત્રણ પણ પાઠવે છે. સાથે આગામી સમયની અંદર સમાજ સંગઠિત બને સમાજ વ્યસન મુક્ત બને સમાજની અંદર કુરિવાજો દૂર થાય, સમાજના યુવાનો શિક્ષિત બને, સમાજમાંથી બેરોજગારી દૂર થાય, સમાજનો દરેક પ્રકારે વિકાસ થાય તેવા ઉમદા કાર્ય આ સંગઠન દ્વારા કરવામાં આવશે.
આ સમૂહ લગ્નનું આયોજન સફળ થાય તેના માટે સમસ્ત વાઢારા સમાજ ફાઉન્ડેશન ભારતના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી હરેશભાઈ ચૌહાણ સાથી ટ્રસ્ટીઓ અને કમિટી મેમ્બરો એવા મિતુલભાઈ કોહી,ભરતભાઈ ચાવડા,રમેશભાઈ સોલંકી,અતુલભાઇ કોહી,બકુલભાઈ મારુ,ગીરીશભાઈ વાળા,સંજયભાઈ ધાનાણી,પ્રવીણભાઈ કોહી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના સમાજના વડીલો યુવાનો બહેનો માતાઓ અને તન મન ધનથી આ કાર્યને સફળ બનાવવા માટે રાત દિવસ એક કરી અને મહેનત કરી રહ્યા છે.આપણા ભારત દેશના નવનિર્માણ માટે સારા સેવાકીય સામાજિક કાર્યો થકી સમાજ સંગઠિત બને અને ખોટા ખર્ચાઓ બચે અને દરેક સમાજમાં સામાજિક એકતા આવે સંગઠિત બને જેના માટે આ આયોજન થકી એક સેવાના ભગીરથ કાર્યનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમાજના આગેવાનો યુવાનોઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

