મોરબી શહેરમાં ત્રાજપર ચોકડી નજીક સામું જોવા જેવી નજીવી બાબતે માથાભારે ઇસમે યુવાન ઉપર છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરની ત્રાજપર ચોકડી નજીક કિશન બેચરભાઈ પાટડીયા રહે.ત્રાજપર નામના યુવાન સાથે સામું જોવા બાબતે વિક્રમ ઉર્ફે છનો ગોરધનભાઇ સેલાણીયા નામના શખ્સે ઝઘડો કરી હાથ અને આંખના ભાગે છરી વડે ઇજા પહોંચાડતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે