મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રીક્ષા લઈને જઈ રહેલા યુવાનની રીક્ષાની સાઈડ કાપી લાલપર નજીક અન્ય રીક્ષા ચાલકે ફડાકા ઝીકી ધોકા વડે માર મારી મોબાઈલ તોડી નાખતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક રીક્ષા લઈને જઈ રહેલા કૃણાલ મુકેશભાઈ પરમારની રિક્ષા ઓવરટેક કરી જીજે – 36 – યુ – 9244 નંબરના રીક્ષા ચાલકે વગર વાંકે ફડાકા ઝીકી દેતા કૃણાલે શા માટે મારો છો તેમ કહેતા રિક્ષામાંથી ધોકો કાઢી ત્રણ ધોકા ફટકારી મોબાઈલ તોડી નાખી જતો રહ્યો હતો. બનાવ અંગે કૃણાલની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે રીક્ષા નંબરના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.