મોરબીની પંચવટી સોસાયટીના રહીશ ચેતનભાઈ ભીલાના પાણીના પ્રશ્નનો સુખદ અંત લાવવા બદલ આમ આદમી પાર્ટી અને સોસાયટીના રહીશો દ્વારા કમીશ્નર અને અન્ય અધિકારીઓનો આભાર માનવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીના જણાવ્યા મુજબ મોરબી પંચવટી સોસાયટી જે મોરબી પોસ વિસ્તારમાં આવેલ છે. પંચવટી સોસાયટીમાં રહેતા ચેતનભાઈ ભીલા છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે. તેમને ધારાસભ્યથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. પણ 10 વર્ષમાં કોઈએ ચેતનભાઈનો અવાજ સાંભળ્યો ન હોવાથી છેલ્લે પાણીના ખાલી ટાંકામાં બેસી અન્નજળનો ત્યાગ કરી અને પંચવટી સોસાયટીના રહેશોને સાથે રાખી આમ આદમી પાર્ટી અને મહાનગરપાલિકાએ 100થી વધુ માણસો કમિશ્નરને મળ્યા હતા. આ દરમ્યાન તાત્કાલિક નિર્ણય લઈ અને લેખિતમાં કામ થઈ જશે એવી ખાતરી આપી હતી અને ચેતનભાઈને પારણા કરાવામાં આવ્યાં હતાં.
જેથી આમ આદમી પાર્ટી, પંચવટી સોસાયટીના રહીશો તથા સામાજિક કાર્યકર કે.ડી. બાવરવા દ્વારા મહાનગરપાલિકા કમિશનર સ્વપ્રિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા, ડેપ્યુટી કમિશનર સંજય સોની, તથા સીટી એન્જિનિયર આદ્રોજાનો આભાર વ્યક્ત કરાયો છે.
