મોરબીના શનાળા તળાવીયા પ્રાથમિક શાળામાં આજે કૃષ્ણ લીલાની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવાયો હતા. આજના પાવન પર્વ પર દેશભક્તિ અને કૃષ્ણ ભક્તિનો સમન્વય જોવા મળ્યો હતો. કૃષ્ણલીલાના કાર્યક્રમમાં કૃષ્ણ જન્મોત્સવ, જળ કમળ, કાળીયા નગનો વધ, એકલવ્ય અને ગુરુદ્રોણ, મહાભારત, કૃષ્ણ સુદામા મિલન જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક પોગ્રામનો લ્હાવો લેવા મોટી સંખ્યાંમાં ગ્રામજનોએ હાજરી આપી હતી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે 76માં પ્રજાસતાક દિવસ નિમિત્તે દેશભક્તિ ગીતો, નારા, નાટકો રજૂ થાય હતા.


