મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આ સાથે જ મોરબી જિલ્લાના 34 ગામોમાં દાતાઓના સહયોગથી લાઈબ્રેરીની શરૂઆત કરવામાં આવી હતી.
મોરબી જિલ્લાના ધોરણ 12 અને તેનાથી ઉપર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ખાતાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પોતાના જ ગામમાં કરી શકે અને સરકારના વિવિધ ખાતાઓમાં અધિકારી અને કર્મચારી તરીકેની સિદ્ધિ હાંસલ કરે એવા શુભ આશયથી સ્પર્ધાત્મક પરીક્ષાના આશરે 140 જેવા પુસ્તકોનો આ લાઈબ્રેરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
મોરબી તાલુકાના 12 ગામો, ટંકારા તાલુકાના 6 ગામો (ટંકારા- પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની હાજરીમાં વિરપર ખાતે) વાંકાનેર તાલુકાના 10 ગામો, માળિયા તાલુકાનું 1 ગામ અને હળવદ તાલુકાના 5 ગામોમાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં મોરબી જિલ્લાના તમામ ગામોમાં આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે એ જ ગામના દાતાઓ દ્વારા યોગદાન આપી શરૂ ક૨ાવવા જે.એસ પ્રજાપતિનો આશય છે. તેમ યાદીમાં જણાવાયું છે.


