26મી જાન્યુઆરીએ પ્રજાસતાક દિને કચ્છના લોક નાયક, પ્રજા પ્રતિનિધિત્વ કરતાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ પોતાના માદરે વતન સુખપર (રોહા) મધ્યે સવારે ધ્વજ વંદન કરી પ્રજાસતાક પર્વની ઉજવણી કરી હતી. સુખપર (રોહા) પ્રાથમિક શાળા મધ્યે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ધોરણ ૧ થી ૧૨ સુંધીના વિધાર્થી – વિધાર્થીનીઓ ને શૈક્ષણિક કીટ વિતરણ સાથે તેમના વાલીઓ, સુખપર તથા આસપાસના ગ્રામજનોને ભવ્ય ભારતની ભવ્યતા, ભારતના સ્વાભિમાન અને ભારતની સમૃધ્ધીના પ્રતિક તિરંગા વિશ્વના સૌથી મોટા સંવિધાનના ગૌરવ, મુળભુત અધિકાર, સમાનતા અને આપણી સ્વતંત્રતા વિષે ઉદ્દબોધન કર્યું હતું.


ધ્વજ વંદન બાદ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો સુખપર શાળાના બાળકો બાલીકાઓ એ રજુ કર્યા હતા. સન્માન સમારંભ સાથે પધારેલ મહાનુભાવો, વાલીઓનું શાબ્દિક આભાર દર્શન સાથે સાંસદશ્રીએ બાળકોએ રજુ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમોની સરાહના કરતાં જણાવ્યુ હતું કે, આજે આપણે ૭૬માં રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિન ઉજવીએ છીયે આપણા પુર્વજોએ દેશ ભક્તિની જે શીખ આપી છે. આઝાદી માટે તેમણે કરેલ સંઘર્ષ, યાતનાઓ ના પરિપાકરૂપે આજે આપણે આઝાદ છીયે, ગણતંત્ર નો વ્યાપક અર્થ છે. જનતા માટે, જનતા દ્વારા શાસન માટે જ ૨૬ મી જાન્યુઆરી પુર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવાય છે. માતુભુમીના સન્માન અને સ્વતંત્રતા માટે દેશ ભક્તોના બલિદાન વડે આપણો દેશ લોકશાહી દેશ બની શક્યો આપણા દેશમાં બહાદુરીના ઇતિહાસ દરેક પગલાએ લખાયેલ છે. એ વિર રાષ્ટ્રભક્તો ને મારા શતશત વંદન છે. આપણા લોકશાહી ના પ્રતિક, સંપુર્ણ જીવન દેશને સમર્પિત આપણા વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના દેશ વિકાસ, સમૃધ્ધ ભારત, શાંતિ અને ઉન્નતિ ના ભવ્ય સંકલ્પ ને આપણે સાર્થક કરવાનું છે. સબકા સાથ સબકા વિકાસ મંત્રને સાર્થક કરવાનું છે તેમ સાંસદ શ્રીએ જણાવ્યુ હતું.

કાર્યક્રમ દરમ્યાન મોહનભાઇ ચાવડા, પ્રેમજીભાઇ, રાજેશ દરજી, હકુમતસિંહ જાડેજા, કારૂભા જાડેજા, નિલેષભાઇ જોગી, વેલજી જેપાર, આમધ લુહાર, રમજુ રાયમા, હાજી બાવા, રતિલાલ ચાવડા, સકુરભાઇ ખત્રી, પાલાભાઇ રબારી, નવીનભાઇ નાકર સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.