મોરબી : મોરબીમાં કન્યા છાત્રાલય રોડ ઉપર એક વ્યક્તિ બહેન- દિકરીઓ સામે બિભત્સ હરકતો કરતો હોવાના સમાચાર વિશ્વ હિંદુ પરિષદ-બજરંગદળની ટીમને મળતા ટીમના જવાબદાર વ્યકિત તથા કાર્યકર્તા બંધુઓએ તે સ્થળની રૂબરૂ તપાસ કરવા તથા સમગ્ર ઘટનાની માહીતી લેવા સ્થળ ઉપર પહોચી હતી.

જે તે વિભાગને તમામ માહીતી આપી કડક કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવી હતી.તથા ભવિષ્યમાં પણ આ પ્રકારના બનાવો ધ્યાનમાં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા દુર્ગાવાહિનીને જાણ કરવામાં આવે તેવો અનુરોધ તથા આવા બનાવો ન બને તેના માટે વહીવટી તંત્ર સાથે રહી કાર્ય કરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.