હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડી ચોરીના બનાવમાં પોલીસે બાપ નંબરી બેટા દસ નંબરી ફિલ્મની જેવા કિસ્સામાં રૂપિયા 1.44 લાખના દાગીનાની ચોરી કરનાર ચીખલીગર ગેંગના પિતા- પુત્ર સહિતની ત્રિપુટી પૈકી એક શખ્સની ધરપકડ કરી છે. જો કે હજુ બે આરોપીઓ પકડવાના બાકી છે.
હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના બનાવમા પોલીસને ચીકલીગર ગેંગે ચોરી કરી હોવાની બાતમી મળતા હળવદ પોલીસે જામનગરના ઢીંચડા રોડ ઉપર ખોડિયાર કોલોનીમાં રહેતા આરોપી સોનુસિંહ શેરસિંહ ખીરચીને ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમાં ચોરીના આ બનાવમાં આરોપી શેરસિંહ રણજીતસિંહ ખીરચી અને જસબીરસિંગ ઉર્ફે રવીસિંગ રહે.ભરૂચ વાળાની સંડોવણી કબુલતા બન્નેને ફરાર દર્શાવી 1.44 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
