મોરબી: 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે મોરબીમાં સીયારામ ગ્રેનાઈટો પ્રા.લી. ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં 81 રક્તદાતાઓએ રક્તદાન કરી રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરી હતી. બ્લડ કેમ્પની સાથે જ ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નાથાભાઈ બાવરવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રમેશભાઈ માકાસણાએ પ્રાસંગીક વક્તવ્ય આપ્યું હતું. બ્લડ કેમ્પને સફળ બનાવવામાં જયપ્રકાશ બાવરવા, દેવેન્દ્રભાઈ બરાસરા, દિલીપભાઈ કાંજિયા, રસિકભાઈ ભટાસણાએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકોનો આભાર માન્યો હતો.

