Sunday, July 27, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvad"મારા ભગવાન મારા નેહડે" હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

“મારા ભગવાન મારા નેહડે” હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

(મેહુલ ભરવાડ દ્વારા)

બે દિવસનું રોકાણ: 150 ઘરે બાપુ પધરામણી કરશે

હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે પધાર્યા છે.પૂજ્ય બાપુનું હળવદ રબારી સમાજ દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના રબારી સમાજના આગેવાનો યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી.

હળવદ પરગણા રબારી સમાજના દેહઈ જયેશભાઈ રબારીએ જણાવ્યું હતું કે વડવાળા મંદિરની ગુરુગાદી સંભાળ્યા પછી ધર્મગુરુ શ્રી રબારી સમાજના પરગણામાં એક વખત પરગણાવાઈ ગામોમાં રબારીના નેહડાના ઘરે ઘરે જઈને પધરામણી કરવાની પરંપરા ચાલી આવે છે અને આ પરંપરા આજે પણ અકબંધ છે. પૂજ્ય બાપુએ બે દિવસ માટે હળવદમાં પધરામણી કરી છે.હળવદ નેહડાના 150 ઘરે બાપુ પધરામણી કરશે અને પરિવારજનોને આશીર્વાદ આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments