મોરબી : ટંકારાના તાલુકાના લજાઈ ગામે રહેતા ગોવિંદભાઈ લાખાભાઈ ગોહિલ ટંકારાના ખીજડિયા ચોકડી કોઈ કામ સબબ ગયા હતા અને ખીજડિયા ચોકડીએ તેમના પેન્ટના ખિસ્સામાંથી રૂ.15,500 પડી ગયા હતા. આથી આ બાબતની તેઓએ ટંકારા પોલીસને જાણ કરી હતી. જેથી ટંકારાના પીઆઇ છસિયાના સુપરવિઝન હેઠળ ટંકારા પોલીસ સ્ટાફે બનાવ સ્થળે દોડી જઇ આજુબાજુના વેપારીઓ સહિત સ્થાનિકોની પૂછપરછ કરી હતી. તેમજ ઘટના સ્થળનું બારીકાઈથી નિરક્ષણ કરતા ટંકારા પોલીસ સ્ટાફને અરજદારનું પડી ગયેલું પાકીટ રૂ.15,500 તેમજ અગત્યના ડોક્યુમેન્ટ સાથે મળી આવ્યું હતું.આથી આ રૂ.15,500 તેમજ અગત્યના ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ મૂળ માલિકને પરત કરી ટંકારા પોલીસ સ્ટાફે પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું ચરિતાર્થ કર્યું હતું.
