મોરબીમાં થોડા સમય પહેલા ચેક રીટ્રન અંગે ફરિયાદ કરવામાં આવી હતી.જે કેસ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે તથા રૂપિયા ૧૦.૨૦ લાખ વળતર પેટે ફરિયાદીને ચૂકવવા માટે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે.
આ કેસના ફરીયાદી ધીરજસિંહ રાણુભા જાડેજા (મોરબી) પાસેથી ફરીયાદીની માલીકીનું વાહન ટાટા મોટર્સ એલ.પી.એસ.૪૦૧૮ વાળુ વાહન ભરતભાઈ બાબુભાઇ ઓડીચ (દ્વારકા) એ ખરીદ કરેલ અને તેની અવેજની રકમ પેટેનો ફરીયાદી ધિરજસિંહને ચેક આપ્યો હતો.જે ચેક રીર્ટન થતા ફરીયાદી દ્રારા ચેક રીર્ટનનો કેસ દાખલ કરવામાં આવતા આરોપી ભરતભાઈ બાબુભાઇને એક વર્ષની સજા તથા રૂા.૧૦,૨૦,૦૦૦ ની રકમ આરોપીએ ફરીયાદીને ચુકવવા હુકમ થયેલ છે. તથા આરોપી વિરૂધ્ધ સજા વોરંટ ઈસ્યુ કરવા હુકમ કરવામાં આવેલ છે. જે કેસમાં ફરીયાદી તરફે યુવા વકીલ અલ્પેશ પી.હાલપરા, સુરેશ આર.વાધાણી તથા મિલન જે.ઓરીયા રોકાયેલ હતા.
