વાંકાનેર પંથકમાં વર્ષ ૨૦૧૮ ના ચકચારી અપહરણ કરી દુષ્કર્મ આચરવાનો કેસ મોરબી સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપ્યો છે
તા. ૨૭-૦૪-૨૦૧૮ ના રોજ બપોરના સુમારે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય પંથકમાં આરોપી ગૌતમ ઉર્ફે ગોવલો મુળજીભાઈ ચૌહાણે ફરિયાદીના ઘરની બહાર આવી ફરિયાદીના બહેનને બાઈકમાં બેસવા કહ્યું હતું પરંતુ બહેને ઇનકાર કર્યો હતો જેથી આરોપીએ જો તું બાઈકમાં નહિ બેસે તો તારા ભાઈને મારી નાખીશ કહીને ધમકી આપી અપહરણ કરી મોરબી લઇ ગયો હતો અને અવાવરૂ જગ્યાએ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી જાતીય હુમલો કરી બાદમાં વાંકાનેર ખાતે મૂકી ગયો હતો અને વાત કોઈને કહેશે to ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપી ગૌતમ ઉર્ફે ગોવલો મુળજીભાઈ ચૌહાણની ધરપકડ કરી હતી
જે કેસ કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે ફરિયાદી, ભોગ બનનાર, ભોગ બનનારના માતા પિતા અને અન્ય સાહેદો તથા પંચો અને ડોક્ટર, પોલીસ તપાસ કરનાર અધિકારીની જુબાની લેવામાં આવી હતી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી કે ફરિયાદી દ્વારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ કોહતી ફરિયાદ કરવામાં આવી છે આરોપી તદન નિર્દોષ છે જયારે બચાવ પક્ષે આરોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલિત થતા ના હોય જેથી આરોપીને નિર્દોષ છોડી મુકવો જોઈએ, કોર્ટે ચુકાદો આપે ત્યારે સમગ્ર હકીકતોને ધ્યાને લેવી જોઈએ
શંકા સાબિતીનું ક્યારેય સ્થાન ના લઇ સકે ફરિયાદ પક્ષે કેસ શંકા રહિત સાબિત કરવો જોઈએ તેમ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે કેસ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા ગુનામાં સંડોવાયેલ આરોપી તરફે મોરબી જીલ્લાના યુવા એડવોકેટ જીતેન ડી અગેચણીયા, અશોક જે ખુમાણ રોકાયેલ હતા અને આરોપીના વકીલે કોર્ટમાં કરેલ વિવિધ દલીલો અને ચુકાદાને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. જે કેસમાં આરોપી તરફે મોરબીના એડવોકેટ જીતેન ડી અગેચણીયા, અશોક જે ખુમાણ, દિલીપભાઈ અગેચણીયા, રવિ ડી ચાવડા,કુલદીપ ઝીન્ઝુંવાડિયા રોકાયેલ હતા.
