Monday, July 28, 2025
No menu items!
Google search engine
HomeUncategorized‘નયા ભારત’ પોતાના ઉજ્જવલ ભવિષ્યને લઇ આત્મ વિશ્વાસથી પરિપૂર્ણ, વિકસિત ભારતના સંકલ્પ...

‘નયા ભારત’ પોતાના ઉજ્જવલ ભવિષ્યને લઇ આત્મ વિશ્વાસથી પરિપૂર્ણ, વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ ધપે છે. – વિનોદ ચાવડા

કચ્છ: છેલ્લા દશ વર્ષોની અવિસ્મરણીય ઉપલબ્ધિઓ જેનાથી આજે આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞ અને એજન્સીઓ ચમત્કૃત છે,વિકસિત ભારતનો સંકલ્પ ફ્રેજાઇલ ફાઈવ થી ફેબુલશ ફાઈવની યાત્રા રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની યાત્રા રહી છે. નવી નવી ઉચાઈઓ સર કરે છે તેવું કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું.

કચ્છ લોકસભાના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા એ અંજાર શહેર મધ્યે જાહેર સભાને સંબોધન કર્યું. ત્યાર બાદ ભચાઉ તાલુકાના નાની ચીરઈ, લુણવા, આમરડી, બંધડી, ચોબારી, લાખાવટ, આધોઈ, જુના કટારિયા, શિકારપુર અને જંગી ગામે ચુંટણી પ્રવાસ યોજી ગ્રામજનોને યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા ભારતને સ્વનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ થકી આર્થિક વિકાસ અને રોજગાર સૃજન માટેની દિશામાં કરેલ કાર્ય અંગેની રૂપરેખા આપી સાથે અચૂકથી મતદાન કરવા એવમ જનસમર્થન આપવા અપીલ કરી હતી

વિનોદભાઈ ચાવડાએ ભુજ ખાતે શ્રી મામૈ મહેશ્વરી સમાજ દ્વારા પરમ પૂજ્ય શ્રી મતિયાદેવ દાદા મંદિર, ગુડથર, અબડાસા તિર્થધામ મધ્યે જતા પદયાત્રીઓ માટે શરૂ કરવામાં આવેલ સેવા કેમ્પ મધ્યે હાજરી આપી, માધાપર ગામે પરમ પૂજ્ય શ્રી મતિયાદેવ દાદાના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સાથે માધાપર યુવક મંડળ દ્વારા પરમ પૂજ્ય શ્રી મતિયાદેવ દાદા મંદિર, ગુડથર, અબડાસા તિર્થધામ મધ્યે જતા પદયાત્રીઓ માટે મેડિકલ સેવા પૂરી પાડવા શરૂ કરવામાં આવેલ એમબ્યુલન્સના પ્રસ્થાન પ્રસંગે હાજરી આપી, ધાણેટી ગામ મધ્યે પ.પૂ. શ્રી સિદ્ધાર્થ મહારાજ જીના વ્યાસપીઠે આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રસંગે હાજરી આપી એવમ કથાનું શ્રવણ કર્યું, ભચાઉ તાલુકાના નાની ચીરઇ ગામ મધ્યે સદગુરુ સંત શ્રી કબીર આશ્રમમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સાથે આશ્રમના સાધ્વી પ.પૂ.શ્રી સારથીદાસ માતાજીના શુભાશિષ પ્રાપ્ત કર્યા તેમજ મનફરા ગામે લીમડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ.આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ચુંટણી પ્રવાસ દરમ્યાન જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતિબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, પાર્ટી આગેવાનો,વિવિધ મંડલના હોદ્દેદાર સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments