મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વિરપર ગામના 2 લોકોના તળાવમાં પડી જવાથી મોત થાય હતા. ત્યારે તેમને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4-4 લાખ એમ કુલ 8 લાખની આર્થિક સહાય પરિવારને ચુકવવામાં આવી છે.
ગત તા.1 સપ્ટેમ્બર 2024ના રોજ ટંકારા તાલુકાના વિરપર ગામના બે નવયુવાનો ટંકારાના વિરપર ગામના તળાવના સામાકાંઠે રીક્ષા પડી હોય જે લેવા માટે પ્રવીણભાઈ નરશીભાઈ સનારીયા (ઉ.વ.42) અને પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સનારીયા (ઉ.વ.32) બંને કોઝવે પરથી સામાકાંઠે જતા હોય ત્યારે પગ લપસી જતા બંનેના તળાવના પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યા હતા. જે યુવાનોના પરિવારને સરકાર તરફથી ચાર – ચાર લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ તકે ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ટંકારા તાલુકા પંચાયત ઇન્ચાર્જ TDO, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા,તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અલ્પેશભાઈ દલસાણીયા, વિરપરના સરપંચ મહેશભાઈ લિખિયા, ભાજપ પક્ષના અગ્રણી નેતાઓ અશોકભાઈ ચાવડા, નથુભાઈ કડીવાર, વંસતભાઈ માડલીયા, રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ પટેલ, દિનેશભાઈ વાધરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
