મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને મોરબીની આન બાન અને શાન ગણાતા નગર દરવાજા અને ગ્રીન ટાવરના સમારકામ કરવા બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
અ.ભા.વિ.૫. મોરબી દ્વારા છેલ્લાં સાત વર્ષથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ નગર દરવાજા અને ગ્રીન ટાવર ખાતે ધ્વજવંદન કરવામાં આવે છે. હાલ મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન નગર દરવાજો અને ગ્રીન ટાવર જર્જરિત અવસ્થામાં છે તો તેનું સમારકામ થાય તેવી અ.ભા.વિ.૫. મોરબી દ્વારા માંગ કરવામાં આવી છે. તેમ યાદીમાં જણાવાયું છે.

