કચ્છ : રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગામડાઓમાં ચુંટણી પ્રચાર – પ્રસારમાં કચ્છ લોકસભા ભાજપના ઉમેદવાર વર્તમાન સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ ના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે નવા ભારતની વિચારસરણી,દરેક નીતિ અને વ્યૂહરચના જનકલ્યાણ દ્વારા રાષ્ટ્ર કલ્યાણની છે, એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાથે આજે દેશ વિકાસ અને શાંતિના માર્ગે આગળ વધી રહ્યો છે. છ દાયકાનો અંતરાય દુર કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વ હેઠળની સરકારે વિકાસની દોડમાં દેશના દરેક ક્ષેત્રમાં પરિવર્તનકારી સુધારાની નવી ગાથા લખી રહ્યા છે. કચ્છ અને કાશ્મીરમાં G-20 સંમેલનનું સફળતાપૂર્વક આયોજન કરી વૈશ્વિક દ્રષ્ટી એ કચ્છની ખમીરવંતી પ્રજાને ઉજાગર કરેલ છે.
આજે કચ્છમાં કેન્દ્ર અને ગુજરાત સરકારે આર્થિક વિકાસ, ઔદ્યોગિક નીતિઓ બનાવી, પર્યટન માટે હોમ સ્ટે ની સવલતો વિકસાવી કચ્છને નંદનવન બનાવવાના સંકલ્પ તરફ આપણે આગળ ધપી રહ્યા છીએ. નર્મદાના નીર, જલ જીવન મીશન, ગ્રામીણ વિસ્તારમાં શાળાઓ, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રને પ્રાથમિકતા આપી છે.
વર્તમાન પેઢી એક નવું ભવિષ્ય ઘડવાની પ્રેરણાથી પ્રેરીત છે. ભવિષ્ય હંમેશ ભૂતકાળના ખોળામાં જન્મે છે, દેશ માટે સમર્પિત આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સંકલ્પને સાકાર કરવા માટે વધુને વધુ મતદાન અને નવા યુવા મતદારો અચૂક મતદાન કરે માટે તેમને પ્રેરીત કરવાની દરેક ગામડાઓમાં વિનોદભાઈ એ અપીલ કરી હતી અને ફિર એક બાર મોદી સરકારનું આહ્વાન કરેલ હતું. આજે રાપર તાલુકાના પ્રાગપર ગામ મધ્યે ચુંટણી પ્રવાસ દરમ્યાન પ્રાગપર, ઉમૈયા, કાનપર, સોનલવા, વલમપર, છોટાપર,ભૂટકિયા, ભીમાસર, હમીરપર નાની, હમીરપર મોટી, પદમપર, લાખાગઢ, મોડા, સણવા, મોમાયમોરા, ખાડેક, ફતેહગઢ, શાનગઢ, માંજુવાસ, શિવગઢ, મોવાણા અને દોરાથાણા ગામમાં બેઠકો યોજી અચૂકથી મતદાન કરી જનસમર્થન આપવા માટે અપીલ કરી હતી…
આ ચુંટણી પ્રવાસ દરમ્યાન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, રાપર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નશાભાઈ દૈયા, રાપર વિધાનસભા પ્રભારી શ્રી કમલેશભાઈ દેસાઈ, રાપર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી જયદેવસિંહ જાડેજા, તાલુકા પંચાયતના ચેરમેન શ્રી કિશોરભાઈ મહેશ્વરી, જિલ્લા ભાજપ અનુ.જાતિ પ્રમુખ શ્રી અશોકભાઈ હાથી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ સોઢા, પાર્ટી હોદ્દેદાર શ્રી કાનજીભાઈ ગોહિલ, કેશુભા વાઘેલા, ડોલરરાય ગોર, હરિભાઈ રાઠોડ સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા..





