મોરબી – કંડલા બાયપાસ ઉપર કીર્તિ પેટ્રોલ પંપ પાસે વાડીએથી મોપેડ લઈ ઘેર આવી રહેલા વૃદ્ધને કાર ચાલકે પાછળથી ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકી નાસી ગયો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – કંડલા બાયપાસ ઉપર જીજે – 36 – એએચ – 6904 નંબરનું ટીવીએસ મોપેડ લઈ વાડીએથી ઘેર આવી રહેલા ભીમજીભાઈ પ્રેમજીભાઈ નકુમ ઉ.65 રહે.મહાવીરનગર, દોશી હાઈસ્કૂલ પાછળ મોરબી નામના વૃદ્ધને જીજે – 01 – એચવાય – 1099 નંબરની કારના ચાલકે કીર્તિ પેટ્રોલપંપ પાસે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જતાં ભીમજીભાઈનું મૃત્યુ નિપજયું હતું. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકી નાસી જતા મૃતકના પુત્ર નાનજીભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.