મોરબીના મહેન્દ્રનગરમા ઉમા વિલેજ સોસાયટી ખાતે કથા સાંભળવા ગયેલા યુવાનનું કથા સાંભળતી વખતે જ અચાનક મૃત્યુ નિપજતા સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં મહેન્દ્રનગર ખાતે આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં કથા બેઠી હોય નિલકંઠ સોસાયટીમાં રહેતા જયેશકુમાર ધીરજલાલ અગ્રાવત ઉ.44 નામના યુવાન કથા સાંભળવા માટે ગયા હતા ત્યારે અચાનક કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી