મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં કેશવાનંદ મિનરલ્સ નામની ફેકટરીમાં રહેતો મધ્યપ્રદેશનો વતની શ્રમિક યુવાન ગત તા.31ના રોજ ઘેરથી પાવડીયારી જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બન્યો હતો. જે બાદ તા.3ના રોજ આ યુવાનની લાશ પાવડીયારી નજીક ગટરના પાણીમાંથી મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં કેશવાનંદ મિનરલ્સ નામની ફેકટરીમાં રહેતા કૈલાશ ભટ્ટુ ડાવર ઉ.36 નામનો મધ્યપ્રદેશનો વતની શ્રમિક યુવાન ગત તા.31ના રોજ ઘેરથી પાવડીયારી જવાનું કહીને નીકળ્યા હતો. બાદમા ઘેર પરત આવ્યો ન હોય શોધખોળ કરતા તા.3ના રોજ કૈલાશ ડાવર નામના યુવાનની લાશ પાવડીયારી નજીક ગટરના ગંદા પાણીમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી રહસ્યમય બનાવ અંગે તપાસ શરૂ કરી છે.