મોરબી : મોરબી તાલુકા પોલીસે હળવદ હાઇવે ઉપર ઉંચી માંડલ નજીક વોચ ગોઠવી જીજે – 13 – સીએ – 1852 નંબરની ઇકો કાર અટકાવી તલાશી લેતા કાર ચાલક આરોપી અલ્તાફ ઉર્ફે લાલો મુબારકભાઈ હિંગરોજા ઉ.24 રહે.માજી સૈનિક સોસાયટી, ધ્રાંગધ્રા વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 72 બોટલ કિંમત રૂપિયા 48794 મળી આવતા પોલીસે 3 લાખની ઇકો કાર સહિત કુલ રૂપિયા 3,48,794નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં આરોપી અલ્તાફ ઉર્ફે લાલાની પૂછતાછ કરતા વિદેશી દારૂનો જથ્થો આરોપી સંદીપ બેચરભાઈ ચાઉ રહે.મોરબી સો ઓરડી વાળાને આપવાનો હોવાની કબૂલાત આપતા પોલીસે સંદીપ ચાઉને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
