દિનાંક ૦૫/૦૨/૨૦૨૫ મહાસુદ ૮ ને બુધવારના રોજ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર-શનાળા ખાતે પંચમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે ૦૮ વાગ્યે યજ્ઞની શરૂઆત થઈ હતી. યજ્ઞના યજમાન શ્રી પરેશભાઈ મોરડીયા અને તેમના પરિવારના સભ્યો હતા. પંચમ પાટોત્સવ નિમિત્તે જીવનવિકાસ ગોષ્ઠીનું આયોજન કરેલ હતું.

તેમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી શ્રી મહેશભાઈ પતંગે, ટંકારા-પડધરીના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી-માળિયાના ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લાના કલેક્ટર શ્રી કે. બી. ઝવેરી સાહેબ, ઈટાકા સિરામિકના ડાયરેક્ટર શ્રી હિતેશભાઈ પટેલ અતિથિ તરીકે આવ્યા હતા. આ બધા મહેમાનો સાથે વિદ્યાલયના તમામ વ્યવસ્થાપકો હાજર રહ્યા હતા. તમામ અતિથિનું સ્વાગત ધોરણ ૯ ના વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ મુજબ તિલક કરી, ગાયન, વાદન, અને નૃત્ય કરી કર્યું હતું. ત્યારબાદ વંદનાકક્ષમાં અતિથિ દ્વારા સરસ્વતી માતા, ભારતમાતાનું પૂજન કર્યું. ત્યારબાદ વિદ્યાલય ના નિયામક શ્રી સુનિલભાઈ પરમારે સ્વાગત પરિચય આપ્યો હતો. ત્યારબાદ જીવન વિકાસ ગોષ્ઠીના મુખ્ય વક્તા માનનીય શ્રી મહેશભાઈ પતંગે તેમના વક્તવ્યમા જીવન વિકાસ માટેના પંચપ્રાણની વાત કરેલી હતી. ૧. કુટુંબ પ્રમોદન ૨. સામાજિક સમરસ્તા ૩. સ્વનુજાગરણ ૪. પર્યાવરણ ૫. નાગરિક કર્તવ્ય અને તેને ભારતને પોતાના જન્મકાળથી જ જ્ઞાનમાં રસ છે તેથી જ તેનું નામ ભારત પડ્યું છે. જ્યારે તમે સામાન્ય માણસ સાથે રહો ત્યારે અસામાન્ય ન બનો રાષ્ટ્રીય સ્તર એ વ્યક્તિ ઘડતર ની સમસ્યા અને સંઘની ઘણી બધી વાત કરેલી હતી.

ત્યારબાદ કલેક્ટર સાહેબ શ્રી કે. બી. ઝવેરી સાહેબ પણ વિદ્યાલયથી ખુબ પ્રભાવિત થયા હતા અને પોતાના ઉદ્બોધનમાં તેઓ સનાતન ધર્મ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાત કરેલી હતી. અંતે વિદ્યાલયના વ્યવસ્થાપક દિપકભાઇ વડાલીયા એ અભારદર્શન કરાવ્યુ. ત્યારપછી શાંતિમંત્ર બોલી અતિથિએ ભારતમાતાનું પૂજન કરી ભારતમાતા અને બાવન શક્તિપીઠની મહાઆરતી કરવામાં આવી. ત્યારબાદ પ્રસાદી લઈ વાલીઓ અને મહેમાનો છુટ્ટા પડ્યા. ત્યારપછી ભારતમાતાનો યજ્ઞ ચાલુ હતો. ત્યારબાદ યજ્ઞ પૂર્ણ થતાં બિડુ હોમવામાં આવ્યું.
