Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમાળીયા નજીક ઓઇલના નામે ભળતા ભેળસેળયુક્ત પેટ્રોલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ, બે ઝડપાયા

માળીયા નજીક ઓઇલના નામે ભળતા ભેળસેળયુક્ત પેટ્રોલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ, બે ઝડપાયા

એલસીબી અને ડીવાયએસપીની ટીમ દ્વારા બે ટ્રક અને એક મીની ટેન્કર સહિત રૂ.72.25 લાખનો મુદામાલ કબ્જે

માળીયા (મિં) ના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલા ડેલામાંથી ઓઇલના નામે ભળતા ભેળસેળ યુક્ત પેટ્રોલ વેચવાના કૌભાંડનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે.પેટ્રોલીયમ પ્રવાહી લી-૨૫૦૦ કી.રૂ.૧,૭૫,૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૭૨,૨૫,૦૦૦ ના મુદામાલ સાથે બે આરોપીને મોરબી એલસીબી પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી પોલીસ સ્ટાફના HC ચંદુભાઇ કાણોતરા તથા પો.કોન્સ દશરથસિંહ પરમાર તથા ભગીરથસિંહ ઝાલાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, પીપળીયા ચોકડીથી આગળ રાધેક્રિષ્ના હોટલ પાછળ આવેલ પોતાના ડેલામાં આરોપી ધર્મેશભાઇ ઉર્ફે હક્કાભાઇ બાબુભાઇ ચાવડા રહે.હાલ મોરબી વાળા ગેરકાયદેસર રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા ભેળસેળ યુકત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો નાના ટેંકરમાં ભરી બહારથી આવતી ટ્રકોમાં ભરી આપે છે. અને હાલે આ પ્રવૃતિ ચાલુ છે જે બાતમીના આધારે પીપળીયા ચોકડીથી માળીયા (મિં) તરફ જતા રસ્તે આવેલ તેના ડેલામાં રેઇડ કરતા બીલ આધાર પુરાવા વગરના કુલ કી.રૂ. ૭૨, ૨૫,૦૦૦ ના મુદામાલ સાથે બે ઇસમો મળી આવતા બી.એન.એસ. એસ. કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી માળીયા(મિં) પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments