મોરબી તાલુકા પોલીસે લીલાપર ગામની સીમમાં રામપીરના મંદિર નજીક આરોપી સંજય દિનેશભાઈ વરાણીયા અને રણજીત નાગજીભાઈ દેગામાની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર રેઇડ કરી 200 લીટર ગરમ આથો, 300 લીટર ઠંડો આથો, 135 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો અને ગેસના બાટલા સહિત કુલ રૂપિયા 40,300નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી. જ્યારે અન્ય બે દરોડામાં લાલપર ગામની સીમમાં સોનેટ સિરામિક પાસેથી ભાનુબેન મુન્નાભાઈ દેત્રોજા રહે.મકનસરવાળીને 12 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 2400 સાથે તેમજ આરોપી દેવજી કરશનભાઇ પરમાર રહે.ઉમિયાનગર મોરબી વાળાને લાલપર પાવર હાઉસ નજીકથી એક્ટિવા મોટર સાયકલ ઉપર 16 લીટર દેશી દારૂ સાથે ઝડપી લઈ એક્ટિવા સહિત 23,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.લાલપર નજીકથી પકડાયેલ મહિલા અને યુવાને દેશી દારૂનો આ જથ્થો કુખ્યાત મહિલા બુટલેગર યાસ્મિન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચણિયા રહે.મોરબી વાળીનો હોવાનું કબુલતા પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.