મોરબી : ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં નવી રચાયેલી મહાનગરપાલિકાઓને રૂ.208 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાંથી મોરબી મહાનગરપાલિકાને રૂ. 80 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ 80 કરોડ રૂપિયામાંથી 56 કરોડ રૂપિયા મોરબીની સાત કિમિની કેનાલને બોક્સમાં રૂપાંતર કરાશે.બાકીના 24 કરોડ રૂપિયા મોરબી મહાનગરપાલિકાના વિવિધ સાધન સામગ્રી લેવા માટે મંજુર કરવામાં આવ્યા છે. આમ ગુજરાત સરકાર દ્વારા મોરબીના વિકાસ કામો માટે રૂ. 80 કરોડ ફાળવવા બદલ ટંકારાના ધારાસભ્ય દુલર્ભજી દેથરીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે.
