ચેક રીટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સાદી સજા અને ચેકની રકમ રૂપીયા 15,73,238 તથા ચેકની રકમના 20% રૂપિયા 3,14,647/- એમ કુલ મળી રૂપીયા 18,87,885/- વળતર પેટે ફરીયાદીને ચૂકવવા હુકમ ફરમાવતી મોરબીની એડી જ્યુડી મેજીસ્ટ્રેટ સી.વાય.જાડેજા સાહેબની કોર્ટ
કેસની વિગત જોઇએ તો કરીયાદી સન સ્ટીલના ભાગીદાર દિપેનકુમાર રજનીકાંત લાડાણીએ આરોપી-દિપક રમેશભાઈ બદ્રકિયા તે એન.એન.એન્ટરપ્રાઈઝ પ્રોપરાઇટર, રહે-બ્લોક નંબર-36. ક્રિશ્ના પાર્ક સોસાયટી શ્રી નંબર-3, મવડી ચોકડી, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ વાળાની સામે મોરબીની નામદાર અદાલતમાં ફોજદારી કેસ નંબર-3985/2023 થી ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની એડી જ્યુડી મેજીસ્ટ્રેટ સી.વાય. જાડેજા સાહેબની કોર્ટમાં દાખલ કરેલ
જે કેસ ચાલી જતા આરોપી હાજર થયા બાદ પ્લી અને ફર્ધર સ્ટેટમેન્ટ લીધા બાદ પુરાવાના કામે હાજર રહેલા નહી અને જેથી ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયા ની ધારદાર દલીલ અને નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કાયદાની જોગવાઈઓના આધારે તારીખ-08-01-2025 ના રોજ એડી જ્યુડી મેજીસ્ટ્રેટ સી.વાય.જાડેજા સાહેબે આરોપી દિપક રમેશભાઈ બદ્રકિયા તે એન.એન.એન્ટરપ્રાઇઝ ના પ્રોપરાઇટર ને તકસીરવાન ઠરાવી આરોપીને 1 વર્ષની સાદી સજા અને ચેકની રકમ રૂપીયા 15,73,238/- તથા ચેકની રકમના 20% રૂપીયા 3,14,647/- એમ કુલ મળી રૂપીયા 18,87,885/- વળતર પેટે ફરીયાદીને ચૂકવવા હુંકમ ફરમાવેલ છે. અને નામદાર અદાલત સમક્ષ ચેક રીટર્નના કેસમાં આરોપી હાજર થયા બાદ પુરાવો લેવા હાજર ના રહેતા આરોપીઓ સામે લાલબત્તી સમાન ચુકાદો આપેલ છે.
ફરીયાદી તરફે વકીલ તરીકે ગૌતમ.ડી. વરીયા રોકાયેલા હતા
