વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુન્હામાં આરોપી યાસીન રહીમભાઈ સમાં રહે.દૂધની ડેરી પાસે રાજકોટ વાળા વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત મુકવામાં આવતા પાસા દરખાસ્ત મંજુર થતા વાંકાનેર તાલુકા પોલીસે પાસા વોરંટની બજવણી કરી આરોપી યાસીન સમાને અટકાયતમાં લઈ લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપ્યો હતો.