મોરબી : અમદાવાદ દુર્ગાધામ આયોજીત “સનાતન નો શંખનાદ ગુજરાતના પત્રકાર સન્માન સમારોહ” કાર્યક્રમમાં હળવદના જર્નાલિસ્ટ યુવા પત્રકાર મયુર રાવલનું સન્માન કરાયું હતું. દુર્ગાધામ આયોજિત “સનાતનનો શંખનાદ કાર્યક્રમમાં ગુજરાતના પત્રકારોઓનો સન્માન સમારોહ, પસંદગી મેળો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો
દુર્ગાધામ ખાતે ભવ્યાતિભવ્ય રીતે 15,000 બ્રાહ્મણોની હાજરીમાં સમાજિક એકતા અને સાંસ્કૃતિક વિરાસતનો પરિચય, સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યું હતું. અમદાવાદ દુર્ગાધામ આયોજિત સનાતન નો શંખનાદ કાર્યક્રમનું ભવ્ય આયોજન ગોરાણી રિસોર્ટ ખાતે તારીખ ૦૯ ફેબ્રુઆરી ના રોજ ગુજરાત બ્રહ્મ જુદી જુદી સંસ્થાઓ અને ન્યૂઝ પેપર તેમજ ન્યૂઝ ચેનલમાં પત્રકારત્વ તરીકે ફરજ બજાવતા પત્રકારોનું વિશેષ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ પ્રેસ મીડિયા ,ફિલ્મ કે અન્ય ક્ષેત્રોમાં કાર્યરત સર્વે બ્રાહ્મણોને એક સાથે એક મંચ પર લાવી તેઓના કાર્યને બિરદાવવાનો વિશેષ પ્રયત્ન સાથ જ ૧૦૦ જેટલી જ્ઞાતિઓ ને એક જ પંડાલમાં એકઠા કરી જાગૃતિ નો સંદેશ આપી સનાતન નો શંખનાદ કરવામાં આવ્યો હતો.


દુર્ગાધામ દ્વારા આયોજીત સનાતન શંખનાદ સન્માન સમારોહ કાર્યક્રમ માં જુદા જુદા જિલ્લાઓ અને શહેરમાંથી પત્રકારોને સન્માનીત કરાયા હતા જેમાં મોરબી જિલ્લાના જીએસટીવી ન્યુઝ ના(જર્નાલિસ્ટ) યુવા રિપોર્ટર મયુર રાવલ નું ખ્યાતનામ સિનિયર પત્રકાર અને પત્રકારત્વના પ્રેરણા સ્ત્રોત વિવેક ભટ્ટના વરદ્ હસ્તે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને પત્રકારત્વ ક્ષેત્રે તેઓના યોગદાન ને બિરદાવવામાં આવ્યું હતું.ભાવેશભાઈ રાજ્યગુરુની ટીમ અને દુર્ગાધામ આયોજીત આ સંયુક્ત સમારોહમાં સિનિયર પત્રકાર અને એડિટર પત્રકાર જીગ્નાબેન જોશી, જગદીશભાઈ મહેતા,મૌલિકભાઈ મહેતા, ધારાસભ્ય અમિત ભાઈ ઠાકર,ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા(શૈલેષ સોટા)તેમજ રાજ્યના જુદી જુદી ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પેપરમાં ફરજ બજાવતા પત્રકારો તેમજ સિનિયર પત્રકારો ઉપસ્થિતિ રહ્યા હતા અને તમામ પત્રકારોને ફિલ્ડમાં પડતી તકલીફો અને કામ ને લઈને ગમે ત્યારે જરૂર પડે તો ખડેપગે રહેવા હાજર તમામ વડીલોએ આહવાન કરી બ્રહ્મ સમાજના પત્રકારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મીડિયા ક્ષેત્રમાં,રાજકીય ક્ષેત્ર,કાયદાકીય ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રોના બ્રહ્મ સમાજના નામાંકીત ચહેરાઓએ પણ ખાસ હાજરી આપી હતી અને આ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમમાં સામાજિક એકતા સાંસ્કૃતિક વિરાસત અને ધાર્મિક મૂલ્યનો જાળવી રાખવા દુર્ગાધામના પ્રમુખ ભાવેશભાઈ રાજ્યગુરુએ અપીલ કરી હતી.