માળીયા મિયાણા તાલુકાના દેરાળા ગામે રહેતી મૂળ મધ્યપ્રદેશની વતની પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવારમાં મૃત્યુ નિપજતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડગાવના વતની અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના દેરાળા ગામે ભ૨તભાઈ શેરસિયાના મકાનમાં રહેતા નરશાબેન સંજયભાઈ બારીયા ઉ.18 નામના પરિણીતાએ ગત તા.2 ફેબ્રુઆરીના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મધ્યપ્રદેશ ખાતે મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. વધુમાં મૃતક નરશાબેનના ચાર માસ પૂર્વે જ લગ્ન થયા હોવાનું તમેજ સંયુક્ત કુટુંબમાં રહેતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમા સામે આવ્યું છે.