મોરબી: લોકોની ફરિયાદો/પ્રશ્નોના નિવારણ માટે મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાએ યોજાતો ફેબ્રુઆરી-૨૦૨૫ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તારીખ ૨૫/૦૨/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લાલબાગ, મોરબી તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે. જેમાં નાયબ કલેકટર અને સંબંધિત અધિકારીઓ પ્રશ્નોને વાચા આપશે. જેની તમામ અરજદારોને ખાસ નોંધ લેવા માટે મામલતદાર એમ.ટી.ધનવાણી, મોરબી (ગ્રામ્ય) ની યાદીમાં જણાવાયું છે.