મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ હેઠળના વિસ્તારોમાં આગામી તારીખ ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાન કરવામાં આવશે. તેમજ આગામી તારીખ ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ મતગણતરી કરવામાં આવશે. હાલમાં મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામાં આવી છે.
જેને ધ્યાનમાં રાખતા, હળવદ નગરપાલિકામાં મતગણતરી માટે મોડેલ સ્કૂલ, હળવદ, વાંકાનેર નગરપાલિકામાં અને ૨-ચંદ્રપુર તાલુકા પંચાયત મતદાર મંડળ માટે અમરસિંહજી હાઈસ્કૂલ, ૮-એ નેશનલ હાઇવેની બાજુમાં, વાંકાનેર ખાતે અને ૧૨-સરવડ તાલુકા પંચાયત મતદાર મંડળ માટે પહેલો માળ, મોડેલ સ્કૂલ, મોટી બરાર, તાલુકા માળીયા (મી) ખાતે મતગણતરી કરવામાં આવશે. ઉપરોકત જણાવેલ મતગણતરી કેન્દ્રો ખાતે તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે, મતગણતરી દરમ્યાન કોઈપણ વ્યકિત ખલેલ પહોંચાડે નહીં, મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ઊભા ન થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં જણાવ્યા અનુસાર, કોઈપણ વ્યકિત સક્ષમ અધિકારી તરફથી ઇસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં. તેમજ તેઓએ આવા પ્રવેશ પાસ સ૨ળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરવાના રહેશે. મતગણતરી કેન્દ્રની આસપાસના ૨૦૦ મીટરના વિસ્તારમાં સક્ષમ અધિકારીશ્રી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યકિતઓ એકત્રિત થઈ શકશે નહીં, કોઈ સભા ભરી શકશે નહીં કે કોઈ સરઘસ કાઢી શકશે નહીં.
કોઈપણ વ્યકિત કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યકિત મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઇ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે-તે મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય, તે સિવાયના અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં.
મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઇસ્યુ કરવા માટે સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રીને અધિકૃત ક૨વામાં આવે છે. મતગણતરી કેન્દ્ર ૫૨ સક્ષમ અધિકારીએ નક્કી કરેલ પાર્કિંગ સ્થળ પર જ વાહનનું પાર્કિંગ ક૨વાનું રહેશે. મતગણતરી તેમજ મતગણતરીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારીઓ/કર્મચારીશ્રીઓ તથા ફ૨જ પ૨ના પોલીસ/એસઆ૨પી/હોમગાર્ડના અધિકારીઓ તથા જવાનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામું તારીખ ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ અમલમાં ૨હેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કે ઉલ્લંઘન ક૨નારી વ્યક્તિ નિયમાનુસાર સજાને પાત્ર થશે.