ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા 14 ફેબ્રુઆરીના દિવસે ભારત માતા પૂજન અને ઓપન મોરબી કરાઓકે દેશભક્તિ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું આ હરીફાઈમાં ખૂબ મોટી સંખ્યામાં મોરબીના ભાઈઓ બહેનો અને બાળકોએ પાર્ટ લઈ પોતાનો દેશ પ્રેમ દાખવ્યો હતો. જજ તરીકે કૌશિકાબેન રાવલ અને મકબુલ સર વાલેરાએ સેવા આપી હતી.
મોરબી શહેરના અગ્રણીઓ જયરાજસિંહ જાડેજા હંસાબેન પારગી પણ આ હરીફાઈમાં હાજરી આપી હતી. આ હરીફાઈ માટે દેવેનભાઈ રબારી દિલીપભાઈ અગેચાણીયા નિરવભાઈ રાવલ સુનિતાબેન દોશી ઇલાબેન દોશી અને સાધનાબેન ઘોડાસરા એ પોતાનો આર્થિક સહયોગ પણ આપ્યો હતો. આ હરીફાઈમાં જેટલા પણ સ્પર્ધકોએ પાર્ટ લીધો હતો એમને નેશનલ સિક્રેટરી શોભનાબા ઝાલા તરફથી શ્યોર ગીફ્ટ પણ આપવામાં આવી હતી. .આ હરીફાઈમાં વિજેતા થયેલા વિજેતાઓને ક્લબ દ્વારા રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.
આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા અને સેક્રેટરી પ્રીતિબેન દેસાઈએ મોરબીના દરેક નાગરિકો મહેમાનો અને ક્લબ મેમ્બર્સ નો ખુબ ખુબ આભાર માન્યો હતો.
