હળવદ પાલિકાના પરિણામ બાદ કોંગ્રેસના શહેર-તાલુકા પ્રમુખે રાજીનામા આપ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં ગઇકાલે હળવદ પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે આ પાલિકાની 28 પૈકીની 27 બેઠક ઉપર ભાજપનો વિજય થયેલ છે જો કે, માત્ર એક બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવાર વિજેતા બનેલ છે ત્યારે કોંગ્રેસની કારમી હાર થતાં હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડો. કે.એમ.રાણા અને હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ દવેએ હાર માટે પોતાની જવાબદારી સ્વીકારી પોતાના પદ ઉપરથી રાજીનામાં આપી દીધા છે.
