મોરબીના લાલપર નજીક આવેલ ફ્લેટમાં રહેતા યુવાનને તેના જ મિત્રએ વારંવાર ફોન કેમ કરે છે કહી યુવાનના હાથ રહેલ બેટ છીનવી લઈ બેટે બેટે માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના લાલપર ખાતે અજંતા ઓરશન ફ્લેટમાં રહેતા અશોકભાઈ દલાભાઈ રાઠોડ ઉ.38 નામના યુવાને તેના જ મિત્ર હિતેશ દિનેશભાઇ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, હિતેશ તેમનો મિત્ર હોય પોતે વારંવાર ફોન કરતો હોવાથી હિતેશ તેમના ફ્લેટ આવ્યો હતો અને નીચે બોલાવી ફરિયાદીના હાથમાં રહેલ બેટ છીનવી બાદમાં શરીરે મૂંઢ માર મારી હવે ફોન કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કરતા બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.