મોરબી : પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં રામધન આશ્રમના પૂ.રતેશ્વરીદેવીને મહામંડલેશ્વર શ્રીશ્રી 1008ની પદવી અર્પણ કરવા આવી છે. ત્યારે કાલીકાનગરના લોકો દ્વારા મહામંડલેશ્વર પૂ.રતેશ્વરીદેવીનું ભવ્ય સામૈયુ કરવામાં આવ્યુ હતું. સાથે મોરબીના જલારામ મંદિર દ્વારા બાળકોને બટુક ભોજન કરવામાં આવ્યું હતું તેમજ ઠાકરશીબાપા પાંચોટીયા તરફથી દરેક બાળકોને દક્ષિણા અર્પણ કરવામાં આવી હતી




