મોરબી : ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે આવેલ પવિત્ર મહાકુંભમાં હાલ ઐતિહાસિક કુંભમેળો ચાલી રહ્યો છે. તેથી માત્ર ભારતભરમાથી જ નહીં પણ વિશ્વભરમાંથી લાખો લોકો પ્રયાગરાજ ખાતે આવેલ પવિત્ર મહાકુંભમાં ઉમટીને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. ત્યારે મોરબી અને કચ્છના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ પવિત્ર મહાકુંભમાં ડૂબકી લગાવી સૌના કલ્યાણની પ્રાર્થના કરી હતી. તેઓએ પ્રયાગરાજના પવિત્ર મહાકુંભમાં, ત્રિવેણી સંગમના કિનારે સ્નાન અને પૂજા કરીને સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે, આજે પ્રયાગરાજના પવિત્ર મહાકુંભમાં, ત્રિવેણી સંગમના કિનારે સ્નાન અને પૂજા કરવાનો લહાવો મળ્યો. હું મા ગંગા પાસેથી સૌનું કલ્યાણ ઇચ્છું છું. તેવું કહીને સૌના કલ્યાણની પ્રાર્થના કરી હતી.


