મોરબી :મોરબી માં સૌ પ્રથમ ઓપન સ્કેટિંગ ચેમ્પીયનનું આયોજન A1 એકેડમી તથા યુનિક સ્પોર્ટ્સ એકેડમી દ્વારા કરવામાં આવ્યું છે.જેમાં આવતીકાલે સવારે સ્પીડ ચેમ્પીયનશીપ અને સાંજે પાંચ વાગ્યે વન અવર ચેમ્પીયનશીપનું આયોજન કરેલ છે.
આ સ્પર્ધામાં રાજકોટ,જૂનાગઢ,કોડીનાર,લીંબડી,જામનગર,સહીત સૌરાષ્ટ્રમાંથી અંદાજે 300થી વધુ સ્પર્ધકો એ ભાગ લીધો છે.વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે.આ ચેમ્પયનશીપ નું આયોજન યુનિક સ્પોર્ટ્સ એકેડમી રવાપર ધુનડા રોડ ન્યૂ એરા પબ્લીક સ્કૂલ ની બાજુમાં રાખવામાં આવ્યું છે.



