માળીયા મિયાણા તાલુકાના અંજીયાસર ગામે સ્થાનિક પોલીસે બાતમીને આધારે દરોડો પાડી દેશી દારૂના મીની કારખાના સમાન ભઠ્ઠી ઝડપી લઈ 350 લીટર દેશી દારૂ તેમજ 4000 લીટર આથાનો જથ્થો કબ્જે કરી આરોપીને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન અંજીયાસર ગામે મોટા પ્રમાણમાં દેશી દારૂ બનવવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતાં અંજીયાસર ગામની સીમમાં દરોડો પાડી આરોપી સમીર હનીફભાઈ મોવર નામના શખ્સના કબ્જાવાળી જગ્યામાંથી 350 લીટર દેશી દારૂ તેમજ 4000 લીટર આથો કિંમત રૂપિયા 1,70,000 કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે આરોપી સમીર મોવર સ્થળ પર નહિં મળી આવતા તેને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે આ અગાઉ પણ આરોપી દારૂના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
