ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની સફળ રજુઆતને ધ્યાને લઈ મોરબી જીલ્લાની કૃષિ કોલેજ માટે રૂપિયા ૧૩.૮૪ કરોડની મંજુરી મળી છે.
વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા મોરબી જીલ્લામાં નવી કૃષિ કોલેજ મંજુર કરેલ હતી. જેના અનુસંધાને વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં મોરબી જીલ્લામાં નવી કૃષિ કોલેજના ભવન માટે તેમજ બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ અને મહેકમ માટે રૂપિયા ૧૩.૮૪ કરોડની મંજુરી આપવામાં આવેલ છે. તે બદલ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા એ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો ખુબ ખુબ આભાર વ્યકત કરેલ છે. તેમજ કૃષિ કોલેજનું નવુ ભવન બનતા મોરબી જીલ્લામાં ખેડુતો તથા વિદ્યાર્થીઓને ખુબ જ ઉપયોગી બનશે. તેમ જણાવ્યું હતું.
