મોરબી : મોરબી શહેરમાં જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળમા માનદ અધિકારી તરીકે ફરજ બજાવતા કર્મચારીએ મહિલા જીઆરડી કર્મચારી ફરજ ઉપર ન આવતા ગેરહાજરી પૂરતા મહિલાના ભાઈએ ફોન કરી ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. મોરબી ગ્રામ રક્ષક દળમાં માનદ અધિકારી તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ રમેશભાઈ ગણેશિયા ઉ.32 રહે.અંબિકા રોડ, માધાપર, મોરબી વાળાએ આરોપી સજુભા દિલુભા રાઠોડ રહે.મોરબી વાળા વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, જીઆરડીમા ફરજ બજાવતા મહિલા કર્મચારી રીટાબેન ફરજ ઉપર ન આવતા તેઓની ગેરહાજરી પૂરતા રિટાબેનના ફોનમાંથી આરોપી સજુભાએ ફોન કરી ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે