ગૌ-તસ્કરીનું મોટું રેકેટ ખુલવાની શકયતા
મોરબી : મોરબી જિલ્લામાં ગૌ-તસ્કરી થતી હોવાની છેલ્લા ઘણા સમયથી રાવ ઉઠી છે. તેવામાં સાદુળકા ગામે ગાયો ચોરી જતા બે શખ્સોને ગૌસેવકોએ પકડી પોલીસને હવાલે કર્યા છે. હવે મોટું ગૌ-તસ્કરી રોકેટ ખુલે તેવી શકયતા સેવાઈ રહી છે.
મોરબીના સાદુળકા ગામે બે શખ્સો પાંચ ગાયોની ચોરી કરી રહ્યા હોવાની જાણ થતાં ગૌ સેવકોએ બન્ને શખ્સોને પકડી લીધા હતા. આ બન્ને શખ્સોએ વીડિયોમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓએ આગલા દિવસે પણ ત્રણ ગાય ચોરી ગૂંગણ ગામે આપી દીધી હતી. આ ઉપરાંત તેઓએ પોતાની સાથે રહેલા બીજા અનેક શખ્સોના નામ પણ આપ્યા હતા. ગૌ સેવકો આ બન્ને શખ્સોને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા. આ સમયે મોરબી રાજપૂત સમાજના આગેવાનો, રાજપૂત કરણી સેના મોરબીના આગેવાનો તેમજ સામાજિક આગેવાનો અને ગૌસેવકો અને ગ્રામજનોએ પોલીસમાં ફરિયાદ કરી છે. તાલુકા પીઆઈ જણાવ્યા અનુસાર હાલ ગુનો દાખલ ક૨વાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આ ગૌ તસ્કરીનું મોટું રેકેટ ઝડપાઇ તેવી શકયતાઓ સેવાય રહી છે.

