મોરબી : રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે. મોરબી જિલ્લામાં પણ વિવિધ કેન્દ્રો પર આજે બોર્ડની પરીક્ષા હાથ ધરવામાં આવી છે. ત્યારે ABVP મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધો. 10ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ નિમિત્તે વિવિધ શાળાઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વિદ્યાર્થીઓને તિલક તેમજ મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી.




