Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં નવમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો, 25 યુગલો એ પ્રભુતામાં પગલાં...

મોરબીમાં નવમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો, 25 યુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યા

મોરબીમાં છેલ્લા 14 વર્ષથી સેવાકિય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેનાર વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા તાજેતરની અંદર 25 યુગલો માટે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરેલ.

મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા 14 વર્ષથી શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે કાર્ય કરી રહેલ વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી તેમજ હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ શકત શનાળા ખાતે આવેલ ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજ વાડી ના પટાંગણ માં સર્વ જ્ઞાતિ નવમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ આ સમૂહ લગ્નોત્સવ માં 25 યુગલો જોડાયેલ.

તમામ યુગલોને કરિયાવર સ્વરૂપે દાતાઓના સહયોગથી 75 થી વધુ ઘરવખરીની સામગ્રીઓ જેવી કે સોનાની ચુક, રજવાડી સેટ(ઈમી.), ચાંદિના સાકળા, ચાંદિની ગાય, ચાંદિનો તુલસી કયારો, ચાંદિનો સિકકો, ૫ સાડી, કબાટ, સેટી (પેટી પલંગ), ટીપાઈ, ગાદલુ+ઓશિકા-૨, ઓછાળ, ટોલીબેગ, થાળી-૬, વાટકા-૬, ગ્લાસ-૬, ચમચી-૬, નાસ્તા પ્લેટ-૫, ચોરસ ડબ્બો, એલ્યુમિનિયમ તપેલી, એલ્યુમિનિયમ છીબુ, નળવાળી ટાંકી, ખમણી, ચારણી, વાસણની ખાટલી, બુજારુ, લોટો, કાંડલા-૨, મિલ્કન, પ્રેશર કુકર (પલી), સ્ટીલનું બેડુ, મામા માટલી, ખાંડણી+દસ્તો, સ્ટીલ ડબ્બા નંગ-૫, મસાલીયું, જાકરીયો, તપેલી-૩, પવાલી, સ્ટીલ જગ, સ્ટીલની કીટલી, સ્ટીલની બરણી, સ્ટીલની કાથરોટ, સ્ટીલનો ત્રાસ, પાટલી(એલ્યુ.) વેલણ, ચમચો, ભાતીયો, તાવેથો, જારો, સાણસી (સ્ટીલ), ચિપિયો, દાળીયો, ગરણી, સ્ટીલનું ટીફિન, ડોલ, કડાઈ, વેફર મશીન, કાંસાની થાળી, ત્રાંબાની લોટી, પુજા થાળી, પિતળના દીવડા, બાજોટ જોડી, બ્લેન્ડર, સીલીંગ ફેન, ટુવાલ (કપલ), ઈસ્ત્રી, ખુરશી-૨, કપ-રકાબી સેટ, લેડીઝ પર્સ, કટલેરી સેટ, બાથરૂમ સેટ, કાંડા ઘડિયાલ (યુગલ), દિવાલ ઘડિયાલ, ફોટો ફ્રેમ, મુખવાસદાની વગેરે આપવામાં આવેલ.

આ શુભ પ્રસંગના મુખ્ય દાતા તરીકે રૂપિયા ૫૫,૫૫૫/- નું દાન સ્વરૂપે શ્રી પ્રથમ કાંતિભાઈ અમૃતિયા (મિશન નવભારત ગુજરાત યુવા પ્રમુખશ્રી) દ્વારા આપવામાં આવેલ, જ્યારે પ્રસાદના મુખ્ય દાતા તરીકે પરમ પૂજ્ય સેવામૂર્તિ રામને ભજી લ્યો એવા શ્રી જમનાદાસજી (હરિહર અન્નક્ષેત્ર) દ્વારા સહયોગ આપવામાં આવેલ. આ શુભ પ્રસંગે મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા તમામ કન્યાઓને વસ્ત્રદાન પેટે ₹41,000 નું દાન આપવામાં આવેલ જ્યારે કન્યાદાનના રૂપિયા ૨૫,૫૫૫ ના દાતા તરીકે હેતલબેન પટેલ (અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ), શ્રી ગીરીશભાઈ સરૈયા(ચીફ ઓફિસર વાંકાનેર અને ટંકારા), શ્રી પી ડી કાંજિયા (નવયુગ સંકુલ), ડોક્ટર શૈલેષ પટેલ (દર્શન આંખની હોસ્પિટલ), ડોક્ટર અલ્કેશ પટેલ (apple કાન, નાક, ગળા ની હોસ્પિટલ), શ્રી રમેશભાઈ બી સોલંકી, શ્રી મનોજભાઈ કવાડીયા, ડોક્ટર હર્ષદ મહેશ્વરી (હરિઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ વાકાનેર), શ્રી જયભાઇ ભોરણીયા (Dilr મોરબી) દ્વારા સહયોગ આપવામાં આવેલ તદુપરાંત લગ્નોત્સવના કરિયાવર દાતા રૂપિયા ૧૫,૫૫૫/- નુ દાન ડોક્ટર મિલનભાઈ ઉઘરેજા (એડવાન્સડ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિક અને ઇમ્પ્લાન્ટ સેન્ટર) તેમજ ડોક્ટર હિરેનભાઈ કારોલીયા (જનની હોસ્પિટલ મોરબી) દ્વારા આપવામાં આવેલ આ સાથે રૂપિયા ૧૧,૧૧૧/- નું રોકડ દાન શ્રી સતિષભાઈ કલોલ (એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ), શ્રી મેઘજીભાઈ હીરાભાઈ ચૌહાણ (રોહીદાસ પરા મોરબી), શ્રી સંતોષ બિલાસરાઇ યાદવ, સ્વર્ગસ્થ ઘેલાભાઈ કરસનભાઈ પરમાર, સ્વર્ગસ્થ દેવજીભાઈ ધેલાભાઈ પરમાર, સ્વર્ગસ્થ વર્ષાબેન ધીરુભાઈ પરમાર, ડોક્ટર અર્જુન સુવાગિયા(વરદાન હોસ્પિટલ), શ્રી અજયભાઈ લોરીયા (સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન), શ્રી દિનેશભાઈ પરમાર (મિત્તલ કન્સ્ટ્રક્શન) તેમજ શ્રી પ્રવીણભાઈ રાજાણી (ટ્રસ્ટી સાર્થક વિદ્યામંદિર મોરબી) દ્વારા સહયોગ રૂપે આપવામાં આવેલ જ્યારે મામેરા દાન રૂપિયા ૯૯૯૯/- અનિલભાઈ દલપતભાઈ મકવાણા અમદાવાદ, હરિભાઈ આદ્રોજા મહેન્દ્રનગર, ડોક્ટર હિતેશ પટેલ ઓમ હોસ્પિટલ, ડોક્ટર રાકેશ પટેલ નકલંગ હોસ્પિટલ, ડોક્ટર અરવિંદ મેરજા જાનકી હોસ્પિટલ, ડોક્ટર વિપુલ માલાસના ગોકુલ હોસ્પિટલ, બાબુભાઈ પરમાર અનુસૂચિત જાતિ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ, સ્વર્ગસ્થ નિર્મળાબેન અને સ્વર્ગસ્થ સુરેશચંદ્ર ગીરજાશંકર ભટ્ટ મુંબઈ, ડોક્ટર નીતાબેન ઠક્કર આગમન હોસ્પિટલ રાજકોટ, ડોક્ટર જયેશ સનારીયા અને મનીષ સનારીયા, ડોક્ટર પરેશ લાખાણી તેમજ શ્રી બ્લડ બેન્ક દ્વારા સહયોગ આપવામાં આવેલ આ સાથે સાથે રોકડ દાતાઓએ પણ રોકડ રકમનું દાન કરી સમૂહ લગ્ન સ્થળોને સફળ બનાવવા માટે પણ પોતાની યોગદાન કરેલ.

વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા તમામ કન્યાઓને કરિયાવરની સાથે સાથે લગ્ન નોંધણી તેમજ સરકારશ્રીની સાત ફેરા સમૂહ લગ્ન જે અંતર્ગત રૂપિયા ૧૨૦૦૦ અને કુંવરબેન નું મામેરુ જે અંતર્ગત રૂપિયા ૧૨૦૦૦ એમ મળીને રૂપિયા ૨૪,૦૦૦ની સરકારી સહાય મળી રહે તે હેતુસર સમગ્ર ખાતાકીય કાર્ય પૂર્ણ કરી આપેલ છે.

આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ડોક્ટર પરેશકુમાર પારીઆ, ઉપપ્રમુખ નંદની પારીઆ, મહામંત્રી જ્યોતિબેન ચાવડા, ગિરધરભાઈ પરમાર, ચંદુભાઈ પરમાર, દિપ્તીબેન સાનેપરા, દિનેશ પુરાણી તેમજ હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ડોક્ટર હાર્દિક જેસવાણી, ડોક્ટર મિલન ઉઘરેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, સાગર જેસવાણી, પ્રફુલભાઈ પરમાર, ઈશાન જેસવાણી, સહદેવ સિંહ ઝાલા, પારસ ભાઈ સંઘવી, ડોક્ટર સંજય નિમાવત, ડોક્ટર પ્રકાશ ભગોરા સાથે સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments