મોરબી : મોરબી જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. આજે પ્રથમ પેપર હાથ ધરાયું હતું. જેમાં મોરબી જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આજે ભૌતિક વિજ્ઞાનનું પેપર યોજાયું હતું. જેમાં ગુજરાતી માધ્યમમાં 1721માંથી 1714 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા અને 7 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજી માધ્યમમાં તમામ 55 પરીક્ષાર્થીઓએ હાજર રહી પરીક્ષા આપી હતી. આમ કુલ 1776માંથી 7 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં આજે અર્થશાસ્ત્રનું પેપર લેવાયું હતું. જેમાં ગુજરાતી માધ્યમમાં કુલ 6695 પરીક્ષાર્થીઓમાંથી 6670 હાજર રહ્યા હતા અને 25 પરીક્ષાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજી માધ્યમમાં તમામ 176 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. આમ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 6871 પરીક્ષાર્થીઓમાંથી 6846 હાજર અને 25 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.