કાલે મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે એકતા એ જ લક્ષ્ય સંગઠન મોરબી શાખા દ્વારા મહાકુંભ ની પ્રસાદી નિમિત્તે રુદ્રાક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રાચીન શિવાલયોની મુલાકાત લઇ દર્શન કરી દરેક ભક્તોને રુદ્રાક્ષ પ્રસાદી રૂપે આપ્યા હતા તથા શોભેશ્વર યજ્ઞેશવર ધોળેશ્વર આવા પ્રાચીન મંદિરો માં સનાતનની ચેતના પૂર્વ રૂપ કામ કરવામાં આવ્યું હતું સાથે સાથે મંદિરે શા માટે જવું જોઈએ એ વિષયને લઈને ધાર્મિક અને સાયન્ટિફિક બંને મહત્વ સમજાવતા બેનરો લગાવવામાં આવ્યા હતા. તથા વિશેષ રૂપે જાટ સમાજ દ્વારા મહાશિવરાત્રીના પવિત્ર રાત્રે ભજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિશેષ રૂપે સંગઠન અને હાજરી આપી હતી તથા હિન્દુ ભગીરથસિંહ રાઠોડ નું સન્માન પાઘડી પહેરાવી કરવામાં આવ્યું હતું તથા ભગીરથસિંહ દ્વારા હિન્દુ એકતાને લઈ સંબોધન પણ કરવામાં આવ્યું હતું. જ્યાં ભગીરથસિંહ દરેક સમાજને એક કરતાં કીધું કે આપણે નાત જાત પ્રાંતવાદ ભાષાવાદ ના વાડામાં નથી વહેંચવાનું જેમ મહા કુંભમાં 70 કરોડથી વધારે સનાથની એક થી ડૂબકી લગાવી છે એવી જ રીતે આપણે એક રહ્યા તે દિવસ દૂર નથી કે જ્યારે ભારત હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર થશે અને દરેક હિન્દુ એક થશે તો આપોઆપ અનેક ભેદભાવ દૂર થઈ જશે તો અનેક વિષયો પર ચર્ચા કરાઈ હતી રાત્રિના ત્રણ પહોર સુધી સતત આ કાર્ય ચાલુ રહ્યું હતું જેમાં દરેક કાર્યકર્તાએ હોશ પર ભાગ લીધો હતો
