ટંકારા : ટંકારા નજીક લગધીરગઢ ગામની સીમમાં આવેલ કારખાનામાં એક શ્રમિક યુવાનની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવ્યા બાદ પોલીસની પ્રાથમીક તપાસમાં શ્રમિકે જાતે ગળે ચપ્પુ મારી ત્રીજા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.
ટંકારા તાલુકાના લગધીરગઢ ગામની સીમમાં આવેલ એફઆઈબીસી કારખાનાના લેબર કવાટર્સમા રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રાયબરેલીના વતની અનુજ જયમલભાઈ કુશવાહ ઉ.25 નામના યુવાનનો ગઈકાલે ગળામાં ઇજા સાથે લોહીથી લથપથ મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યા બાદ તપાસ કરતા મૃતકે જાતે જ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચાડી ત્રીજા માળેથી ઝંપલાવી લીધું હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે
