Sunday, July 27, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiપૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાનો આજે જન્મદિવસ : મોરબી ડેઈલી પરિવાર તરફથી જન્મદિવસની...

પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાનો આજે જન્મદિવસ : મોરબી ડેઈલી પરિવાર તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ

નહીં કિસીકી ઈર્ષા, નહીં કિસીકી હોડ,
મેરી આપની મંઝીલે, મેરી આપની દોડ.
આ ઉક્તિને સાર્થક કરતું પારદર્શક જીવનને વરેલું વ્યક્તિતવ ધારવતા પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશ મેરજાનો આજે જન્મદિવસ છે.

તા. ૦૧.૦૩.૧૯૫૮ ના રોજ ચમનપર જેવા નાના ગામે જન્મી, આપબળે આગળ વધી સચિવાલયમાં ઉચ્ચ અધિકારી, ધારાસભ્ય અને ગુજરાતનાં પ્રધાન તરીકેની બેનમૂન કામગીરી થકી તેમણે એક આગવી પ્રતિભા હાંસલ કરી છે. સૌ સાથે આત્મીય ભર્યો શાલીન વ્યવહાર, સ્વભાવે શાંત, નમ્ર અને મિતભાષી, સર્વ સમાજના લોકો સાથે સુમેળભર્યા સંબંધો એ એના જાહેરજીવનનું ઘસાઈને ઉજળા થવાનું જમાપાસું રહ્યું છે.

ભાજપ શાશીત ગુજરાત સરકારમાં સ્વતંત્ર હવાલો ધરાવતા તત્કાલિન મંત્રીશ્રી તરીકે તેમણે સમગ્ર ગુજરાતમાં પ્રવાસ ખેડી એક આગવી કામગીરી કરતાં ખંતીલા મંત્રી તરીકે નામના મેળવી છે. તેમણે ગુજરાત સરકારમાં વિધાનસભામાં ધારાસભ્ય તરીકે અને મોરબી – માળીયા ના લોક પ્રતિનિધિ તરીકે લોક સેવા કાજે અથાગ પરિશ્રમ કર્યો છે. આજે પણ ભાજપના પ્રદેશ સંગઠન થકી સોંપાતી જવાબદારીઓ અને સેવા કાર્યોમાં ગળાડૂબ પ્રવૃતિ કરી રહ્યા છે.

તેમણે રાજકારણમાં એક અભ્યાસુ, વહિવટી કાબિલિયત પ્રશ્નના ઉકેલ માટે આગવી સુઝબુઝ ધરાવતા આગેવાન તરીકે અનોખુ સ્થાન ઊભું કર્યું છે. સમગ્ર ગુજરાત ભરમાં રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓએ સાથે તેમનો સક્રિય સંપર્ક, શાલીનભર્યા સંબંધો થકી જાહેરજીવનમાં એક આગવી પ્રતિષ્ઠા ઊભી કરી છે. મોરબી પંથકના વિકાસ માટે ખંતપૂર્વક જહેમત ઉઠાવી આનેક યોજનાઓ સાકારીત કરવા અઢળક નાણાંકીય સ્ત્રોત ઊભા કરી મોરબી – માળીયા ના વિકાસમાં આમૂલ પરીવર્તન લાવવા નાખેલ મજબૂત પાયાને લોકો આજે પણ માનભેર યાદ કરીને તેઓને જન્મદિવાસની શુભકામનાઓ પાઠવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments